બગસરા તાલુકાના હડાળા ગામે સરસ્વતી વંદના ગ્રુપ દ્વારા તા. ૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદથી પધારેલા ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાતના પ્રમુખ એડવોકેટ અનિલભાઈ રામજીભાઈ ટીંબડિયા સહિત અનેક તેજસ્વી પ્રતિભાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગામના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અભ્યાસમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. મુખ્ય મહેમાન તરીકે રતિભાઈ બોરડ (ગજાનન ગ્રુપ) અને જયંતીભાઈ કવાણી ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર ખાતે ફરજ બજાવતા ક્લાસ-વન ટી.ડી.ઓ. મલય મધુભાઈ ભુવાનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન મધુભાઈ ભુવાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ભાનુભાઈ બોરડ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.









































