લાઠીના છભાડિયા ગામે પરિણીતાને બાથ ભરી છેડતી કરી હતી, તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પરિણીતાએ રઘુભાઈ ભુરાભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીએ તેમના રહેણાંક મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી પાછળથી બાથ ભરીને અડપલાં કર્યા હતા, તેમજ છેડતી કરી તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.