શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરા અનુસાર ભવ્ય અન્નકૂટ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુરુકુળમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ સમક્ષ વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, ફળો અને સ્વાદિષ્ટ વ્યંજનો સહિતની અસંખ્ય વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુરુકુળના વડા શાસ્ત્રી સ્વામી ભગવતપ્રસાદદાસજી તથા મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી અક્ષરમુક્તદાસજી ઉપસ્થિત રહ્યા હતા. સંતો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને હરિભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. સંતોએ અન્નકૂટનું આધ્યાત્મિક મહ¥વ સમજાવી ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, અન્નનો આદર અને સેવાભાવ રાખવાનો સંદેશ આપ્યો હતો. ભક્તિમય માહોલમાં મહોત્સવ સંપન્ન થયો હતો.