રાજુલામાં તા.૧૪/૧૧/૨૦૨૬ના રોજ રાજુલા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મોડી રાત્રીના બસ સ્ટેશનથી કોહીનુર વિસ્તારમાં એક રોયલ એનફીલ્ડ બુલેટમાં મોડીફાય કરેલ ઉંચા અવાજનુ સાયલેન્સર તેમજ વગર નંબર પ્લેટ અને ફેન્સી એલ.ઇ.ડી લાઇટનો ઉપયોગ કરી એક બુલેટ ચાલક યુવરાજભાઇ જગુભાઇ વાળા (ઉ.વ.૨૧ ધંધો.પ્રા.નોકરી મુળ રહે.પાદરગઢ તા.ધારી હાલ રહે. નિકોલ, અમદાવાદ) પુરપાટ ઝડપે ચલાવી નીકળેલ, જેથી તરત જ પોલીસ ટીમે રોકી કાગળો ખરાઇ કરતા લાઇસન્સ વગર ચલાવી પકડી પાડી તેના ચાલક વિરૂધ્ધમાં બી.એન.એસ. તથા એમ.વી.એક્ટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.









































