કાંગ્રેસ પક્ષનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીનું બહુપ્રતિક્ષિત આત્મકથાત્મક પુસ્તક ‘બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ’ તાજેતરમાં પ્રકાશિત થયું. ‘પીદ્દી’ પત્રકારો તેને ધડાધડ ખરીદી રહ્યા છે અને પુસ્તક સાથે પોતાનો ફાટો મૂકી રહ્યા છે, જેથી કાંગ્રેસના કર્તા-નુકસાનકર્તાઓની ગુડ બુકમાં રહી શકાય. અજિત અંજુમે તો એવું લખ્યું કે તેમણે નુકસાન વેઠીને પુસ્તક ખરીદ્યું છે. એમેઝાન પર બુક કરાવી, તેમાં બે દિવસ લાગવાના હતા, તો ખાન માર્કેટમાંથી પુસ્તક મગાવ્યું તો રૂ. ૧૨૯૯ થયા જ્યારે બ્લિન્કિટ પર ૮૪૯ રૂપિયામાં હામ ડિલિવરી થઈ રહી હતી ! આ રીતે તેમણે બે પુસ્તકમાં ૯૦૦ રૂપિયાનું નુકસાન વેઠ્યું પણ કાંગ્રેસની ચમચાગીરીમાં કોઈ નુકસાન ન રહેવું જોઈએ.
સોનિયાનું પુસ્તક તેમના બાળપણ, કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની મુલાકાત, ભારતમાં પ્રવેશ અને ત્યારબાદ ભારતીય રાજકારણમાં તેમના પ્રવેશ સુધીની સફરનું વર્ણન કરે છે. આ પુસ્તકમાં સોનિયાએ ભારે છબરડા વાળ્યા છે. ગંભીર ભૂલો કરી છે. શું સોનિયા ગાંધીના પુસ્તકના સંપાદન માટે કાંગ્રેસને કોઈ સારા સંપાદક ન મળ્યા. જ્યારે કે તેમની પાસે તો પોતાના તરફી પત્રકારોની આટલી મોટી સેના છે? પ્રૂફ રીડર પણ ન મળ્યા? ભૂલો કેવી ગંભીર છે તે તો જુઓ.
સોનિયા ગાંધી બે દાયકાથી સાંસદ રહ્યાં છે. તેઓ સામાન્ય સાંસદ નથી, તેઓ કાંગ્રેસ અધ્યક્ષા અને યુપીએના ડીફૅક્ટો (પડદા પાછળ, યથાર્થ) શાસક રહ્યાં છે. પરંતુ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે લોકસભામાં સાંસદો ચૂંટાય છે જ્યારે રાજ્યસભામાં સાંસદો નામાંકનથી આવે છે ! હકીકત એ છે કે રાજ્યસભાના સાંસદો પણ વિવિધ રાજ્યોના ધારાસભ્યો દ્વારા ચૂંટાઈને આવે છે, માત્ર ૧૨ સાંસદોની સીધી નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. આટલી વાત તો કોઈ પણ નાગરિકશાસ્ત્રના વિદ્યાર્થીને પ્રાથમિક શાળાના સ્તરેથી ખબર હોય.
સૌથી મોટી ભૂલ તો એ છે કે પુસ્તકમાં ૨૦૦૨ના ગુજરાત રમખાણોના સંદર્ભમાં અમદાવાદને ગુજરાતની રાજધાની તરીકે દર્શાવવામાં આવી છે ! કાંગ્રેસના શાસન દરમિયાન જ ગાંધીનગર ૧૯૭૦થી ગુજરાતની રાજધાની છે. એટલે કાં તો સોનિયાને પોતાને જ્ઞાન નથી અથવા તેમના વતી જે કોઈએ લખ્યું છે તે આ બાબતે અંગૂઠાછાપ છે અથવા તેણે પોતે પાછા પોતાના જેવા બીજા કોઈ ભૂતિયા લેખક પાસે લખાવ્યું હશે.
કારગિલ યુધ્ધ સંદર્ભે પણ ભાજપ સરકારને ખરાબ ચિતરવા સોનિયાએ તથ્યાત્મક ભૂલો અને વિગતોને મચડીને લખવામાં કંઈ બાકી નથી રાખ્યું.. સોનિયાએ લખ્યું છે કે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આતિથ્ય સત્કાર કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ લદાખના ભરવાડ તાશી નામગયાલે પાકિસ્તાની ઘૂસણખોરો (જે હકીકતે સૈનિક જ હતા)ને જોયા હતા. યથાર્થ એ છે કે અટલજીએ ૨૦-૨૧ ફેબ્રુઆરી ૧૯૯૯એ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને તાશી નામગયાલે મે ૧૯૯૯માં પાકિસ્તાની સૈનિકોને જોયા હતા.
અટલજીને ખરાબ ચિતરવા જતાં ભારતીય સેનાનું ચિત્ર ખરાબ બતાવી તેમણે એવું લખ્યું કે કારગિલની ચોકીઓ પાછી મેળવતા ભારતીય વીર જવાનોને દસ મહિના લાગ્યા ! હકીકતે અંકુશ રેખા પાર કર્યા વગર, શિખર પર શસ્ત્રોથી સજ્જ પાકિસ્તાની સૈનિકો બેઠા હોવા છતાં, તેમજ કાંગ્રેસના ત્યાર સુધીના શાસનમાં સેનાને વિમાનથી માંડીને અન્ય ખરાબ સુવિધાઓ આપી હોવા છતાં અને બરખા દત્ત જેવા કાંગ્રેસી પત્રકારે ત્યાં જઈને ગંભીર માહિતીનું લાઇવ રિર્પાટિંગ કરીને પાકિસ્તાનમાં બેઠેલા સેનાના વડાઓને પહોંચાડી દીધી હોવા છતાં માત્ર ત્રણ જ મહિનામાં ભારતીય વીર જવાનોએ કારગિલ પાછું મેળવી લીધું હતું. નવાઝ શરીફને અમેરિકા દોડી જઈ યુધ્ધ વિરામની કાકલૂદી કરવી પડી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને અટલજીને વાશિંગ્ટન બોલાવ્યા હતા, પરંતુ અટલજીએ સ્પષ્ટ કહી દીધું કે પાકિસ્તાન તેના સૈનિકો પાછા ખેંચે પછી જ કોઈ વાત થશે. અને પાકિસ્તાને સૈનિકો પાછા ખેંચવા પડ્યા હતા.
ઇતિહાસને મારીમચડીને રજૂ કરીને રાજીવ ગાંધી અને કાંગ્રેસનું ખોટું વલણ સાચું દર્શાવવા સોનિયાએ જે પ્રયાસ કર્યો છે તે પણ જોવા જેવો છે. રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં મુસ્લિમોના તુષ્ટિકરણ માટે સર્વોચ્ચના ચુકાદાને ફેરવી નાખવા તોતિંગ બહુમતીના જોરે કાયદો બદલી નાખ્યો હતો. સોનિયા લખે છે કે ૨૦૦૧માં સર્વોચ્ચ ન્યાયાલયે જે ચુકાદો આપ્યો તે રાજીવ ગાંધીના આ નિર્ણયને સાચો ઠરાવે છે. હકીકત એ છે કે સર્વોચ્ચ ભારતના બંધારણ મુજબ ચુકાદો આપવા બંધાયેલું છે. રાજીવ ગાંધીએ ૧૯૮૬માં કાયદો જ ફેરવી નાખ્યો હોય તો સર્વોચ્ચ તો તે રીતે જ ચુકાદો આપવાનું ને. પરંતુ સોનિયા ગાંધી એ વાત ગપચાવી ગયાં કે એ જ ચુકાદામાં સર્વોચ્ચે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ પતિનું દાયિત્વ માત્ર ઇદ્દતની અવધિ સુધી ભરણપોષણનું નથી. તેની પત્ની જ્યાં સુધી બીજા નિકાહ ન કરે ત્યાં સુધી તેણે તેનું ભરણપોષણ
આભાર – નિહારીકા રવિયા આપવું જોઈએ અને તે માટે યોગ્ય અને ન્યાયસંગત જોગવાઈ કાયદામાં કરવી જોઈએ.
આ ઉપરાંત અહમદ પટેલના અવસાનનું વર્ષ (૨૦૨૦ના બદલે ૨૦૨૨), સંઘની સ્થાપનાનું વર્ષ (૧૯૨૫ના બદલે ૧૯૨૧) જેવી ભૂલો પણ ગંભીર ગણાય.
પુસ્તકમાં ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના આંકડાઓમાં પણ ગૂંચવણ ઊભી થઈ છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપ નીત એનડીએની બેઠકોનો આંકડો ૩૫૩ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે વાસ્તવમાં ૨૦૧૪માં એનડીએને ૩૩૬ બેઠકો મળી હતી અને ૩૫૩ બેઠકોનો આંકડો ૨૦૧૯ની ચૂંટણી સાથે સંબંધિત છે. પુસ્તકમાં ઈ. સ. ૧૯૮૪નાં ચૂંટણીપરિણામોના સંદર્ભમાં ઉપર-નીચે બે ફકરામાં જ સાતત્ય નથી. એકમાં કાંગ્રેસને ૪૦૪ બેઠકો અને બીજામાં ૪૦૫ બેઠકો બતાવવામાં આવી છે.
આવી જ ભૂલ નેલ્સન મંડેલાના ભારતરત્ન પુરસ્કાર માટે ભારતના પ્રવાસ અંગે છે. નેલ્સન મંડેલાને ૧૯૯૦માં ભારતરત્ન મળ્યો હતો. પરંતુ પુસ્તકમાં ૧૯૯૧ લખાયું છે. તે સમયે રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન હતા તેમ લખાયું છે જ્યારે કે કે. આર. નારાયણન તો તે સમયે ઉપ રાષ્ટ્રપતિ હતા. રાજીવ ગાંધી ઈ. સ. ૧૯૮૮માં ચીન ગયા હતા ત્યારે ચીનના પ્રમુખ યાંગ શાંગકુન હતા, પરંતુ સોનિયાએ ડેંગ શિઓપિંગને પ્રમુખ ગણાવ્યા છે !
આ પુસ્તક ખરેખર તો સોનિયાને અને કાંગ્રેસની સારી બાજુને ફરીથી લોકચર્ચામાં લાવવા માટે હતું. પરંતુ તેનો હેતુ માર્યો ગયો છે, કારણકે લોકો સોનિયાની બીજી બાજુની વાતોથી સાશિયલ મીડિયાને ભરી રહ્યા છે. આ સંખ્યા વધુ છે. સોનિયા એક મહિલા છે. તેમના પ્રત્યે ૧૯૯૦ ના દાયકામાં ભાજપનું વલણ સહાનુભૂતિ સર્જી ગયું હશે, પરંતુ હવે સર્જી શકે તેમ નથી, વિશેષતઃ ઈન્દિરા ગાંધીની વાતોથી. પુસ્તકમાં તેમણે ગંગાધર નહેરુ કોતવાલ હતા તેમ લખીને ફરીથી વિવાદોનો મધપૂડો છંછેડી દીધો છે.
ગંગાધર નહેરુ એટલે જવાહરલાલ નહેરુના દાદા. તેઓ ઈ. સ. ૧૮૫૭ માં અંગ્રેજોના સમયમાં દિલ્લીના કોતવાલ એટલે આજના સમયમાં તેને સુપરિન્ટેન્ડન્ટ આૅફ પોલીસ કહી શકાય. ગંગાધર નહેરુના ત્રણે ત્રણ દીકરા ઉચ્ચ પ્રતિષ્ઠિત હતા. બંસીધર નહેરુ અંગ્રેજોના ન્યાય ખાતામાં હતા, નંદલાલ નહેરુ રાજસ્થાનના ખેતરી રજવાડામાં દીવાન હતા અને પછી સુખ્યાત અધિવક્તા બન્યા હતા. મોતીલાલ પણ અધિવક્તા હતા. એટલે તેમનો ઇતિહાસ સરદાર વલ્લભભાઈ પટેલ જેવો સામાન્ય પરિવારવાળો નહોતો.
સોનિયાએ પુસ્તકમાં તેમના અને મેનકા ગાંધી વચ્ચેના ઝઘડાનું દોષારોપણ મેનકા ગાંધી પર કરી નાખ્યું છે. સોનિયા લખે છે કે મેનકાને રાજકીય મહ¥વાકાંક્ષા હતી. સંજય સાથે તેમને રાજકીય કાર્યક્રમોમાં જવા મળવા લાગ્યું પછી તેઓ શાંત થયાં. સોનિયા મુજબ, મેનકાના કારણે સંજય-રાજીવના સંબંધોમાં ખટાશ આવી હતી. સંજય ગાંધીએ અધિકારીઓના ધીમા કામકાજની ટીકા કરી તેને વડાં પ્રધાન (માતા) ઈન્દિરાની ટીકા તરીકે લેવામાં આવ્યું હતું. ઉપરાંત કાંગ્રેસમાં સંજયનું સમર્થન કરતો વર્ગ ઈન્દિરા વિરુધ્ધ હતો. સોનિયા માને છે કે સંજય ગાંધીને ઈન્દિરા વિરુધ્ધ ચડાવનાર પણ મેનકા જ હતાં. સોનિયા લખે છે કે ઈન્દિરાજીએ તેમના કેબિનેટ સચિવ પી. એન. ધારને લખ્યુ હતું ઃ ઉસકે (મેનકા) અભી સે પર નિકલને લગે હૈ.
એવું નહોતું કે મેનકાએ સંજયને ચડાવ્યા હોય તેથી સંજય-રાજીવ વચ્ચે ખટાશ આવી હોય. આનાથી વિપરીત હોવાની સંભાવના વધુ છે. સોનિયાએ રાજીવને સંજય-મેનકા વિરુધ્ધ ચડાવ્યા હોય તેવી પૂરી શક્યતા છે. સોનિયા પોતે જ લખે છે કે ૧૯૭૭માં ચૂંટણીમાં હાર માટે રાજીવ ગાંધી સંજયને ઉત્તરદાયી માનતા હતા. સંજયનું અક્કડપણું, ઉતાવળ, નસબંધી જેવા કાર્યક્રમોનો જડતાથી અમલ, સલાહકારોની સલાહ ન માનવી, અને અમુક બાબતોમાં માતાની જાણકારી બહાર જ નિર્ણયો લઈ લેવા.
પરિવારમાં થયેલી ચર્ચામાં, રાજીવે સંજયને કહ્યું હતુંઃ હું તને ક્ષમા આપી શકું તેમ નથી, સંજય. તે માને આ સ્થિતિમાં લાવીને મૂકી દીધાં છે. તે સમયે વ્યથિત ઈન્દિરાએ કહ્યું હતુંઃ રાજીવ સાચું કહી રહ્યા છે, સંજય. તેં અનેક સમયે મારી જાણકારી બહાર આદેશો આપી દીધા છે. એ સમયે મેનકા વચ્ચે બોલવા લાગ્યાં હતાં, પરંતુ ઈન્દિરાએ તેમને કડકાઈથી ચૂપ કરાવી દેતાં તેમણે પીછેહટ કરી હતી, પરંતુ મેનકાની પરિવાર પ્રત્યેની શત્રુતા વધવા લાગી હતી.
સોનિયા લખે છે કે મેનકાએ પત્રકારો મારફતે અમારા વિરુધ્ધ વાર્તાઓ ફેલાવવાની શરૂ કરી દીધી હતી. તેમાંની એક એ હતી કે ૧૯૭૭ની ચૂંટણીમાં હારી ગયા પછી હું અને રાજીવ દેશ છોડીને ભાગી જવાનાં હતાં.
સામા પક્ષે મેનકાએ અભિનેત્રી સીમી ગ્રેવાલના શા ‘રાન્ડેવૂ વિથ સીમી ગ્રેવાલ’માં વર્ષ ૨૦૦૩માં મેનકાએ કહ્યું હતું કે સોનિયા સંપૂર્ણપણે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળાં હતાં, તેમને ખરીદીમાં વધુ રસ પડતો હતો. સંજય ગાંધીના મૃત્યુથી ઈન્દિરા અને મેનકા નજીક આવવા જોઈતાં હતાં, થયું ઊંધું. મેનકા પ્રત્યે ઈન્દિરાનું વર્તન બદલાઈ ગયું !
પોતાની (મેનકાની સાથે) ઈન્દિરાનું વર્તન એવું હતું જાણે તેઓ કહી રહ્યાં હોય- તું પણ કેમ ન મરી ગઈ? આનો
આભાર – નિહારીકા રવિયા અર્થ એ કે આજે ‘સ્મેશ પેટ્રિઆર્કી’ની બાંગ પોકારતા રાહુલ ગાંધીનાં દાદી એક અતિ યુવાન વિધવા પ્રત્યે સહાનુભૂતિના બદલે તે મરી જાય અથવા ઘર છોડીને ચાલી જાય તેવું વર્તન કરી રહ્યાં હતાં.
ઈન્દિરાને વંશની ચિંતા હતી. એટલે તેમણે મોટા દીકરા રાજીવ ગાંધીને રાજકારણમાં લાવવા ઇચ્છ્યું, પણ રાજીવના ત્રણ વર્ષથી ઈન્દિરા સાથે અબોલા હતા ! મેનકાના કહેવા પ્રમાણે, રાજીવ-સોનિયાએ ઘણી બધી શરતો મૂકી અને તેમાંની એક શરત હતી ઃ મેનકાને ઘરમાંથી કાઢી મૂકો. જો તેમ નહીં કરો તો અમે આ પરિવાર છોડી દઈશું. સ્વાભાવિક છે કે રાજીવ ગાંધીને તો મેનકાથી કોઈ અસુરક્ષા ન જ હોય. આ અસુરક્ષા સોનિયાને જ હોય. એટલે સોનિયાએ જ રાજીવને આ શરત મૂકવા ચડાવ્યા હોય.
ઈન્દિરાની સામે જ મેનકાને અનેક પ્રકારના આદેશો સાંભળવા પડતા હતા (તે કોણ આપતું હતું તે કહેવાનું મેનકાએ અધ્યાહાર રાખ્યું હતું પરંતુ સમજવું અઘરું નથી). તેમને સ્પષ્ટ કહેવામાં આવતું હતું કે તેમણે (મેનકાએ) ઘર છોડીને જવું પડશે. મેનકાના ઘરની બહાર જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો હતો ! સંજયે જેમ દેશમાં કટોકટી લગાવી તેમ રાજીવ-સોનિયાએ પણ ઘરમાં કટોકટી લગાવી દીધી હતી ! મેનકાને તેમની સાથે એક ટેબલ પર બેસવાની પણ છૂટ નહોતી ! મહેમાન આવતા ત્યારે મેનકાને અલગ ટેબલ પર બેસાડવામાં આવતાં ! એક યુવાન વિધવા સાથે કેવી ક્રૂરતા ! મેનકા કહે છે કે (સત્તામાં ગાંધી વંશ જળવાઈ રહે તેવી ઇચ્છાના કારણે) ઈન્દિરા પણ રાજીવ-સોનિયાની સામે મારી જેમ જ દુર્બળ અને અસહાય બની ગયાં હતાં ! મેનકાએ કહ્યું હતું, “મને લાગે છે કે અમે બંને (ઈન્દિરા અને હું) કોઈ ત્રીજી વ્યક્તિ (સોનિયા)ના કારણે પીડિત બન્યાં અને અમારા બંનેનું શોષણ કરવામાં આવી રહ્યું હતું.”
સીમીએ પૂછ્યું કે “તમારા અને સોનિયા વચ્ચે ઝઘડા થયા હતા?” મેનકાએ કહ્યું કે “આવું કંઈ નહોતું. વાત માત્ર સંપત્તિને લગતી હતી.” એટલે કે સોનિયાને સત્તા અને સંપત્તિમાં રસ હતો. તેથી તેમણે આ બધી ચાલો ચાલી. મેનકાએ કહ્યું હતું, “જો હું ઘર અને પરિવારને છોડીને ચાલી જઉં તો મને કંઈ પણ ન મળવું જોઈએ. મારે બધા અધિકારો છોડી દેવા પડશે.” જ્યારે મેનકાએ ઘર અને ગાંધી પરિવાર છોડ્યો ત્યારે તેમની આયુ કેવળ ૨૫ વર્ષ હતી અને વરુણ ગાંધી માત્ર બે વર્ષના હતા.
જાન્યુઆરી ૨૦૨૩માં ભારત જોડો યાત્રામાં વરુણ ગાંધી જોડાશે તેવી ચર્ચા સમયે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું તેમને મળી શકું છું, ગળે લગાડી શકું છું, પરંતુ અમારી વિચારધારા મેળ ખાતી નથી. તે સમયે ‘પીદ્દી’ મીડિયા રાજીના ‘રેડ’ (શ્લેષ અલંકાર અભિપ્રેત છે) થઈ ગયા કે વરુણ પણ કાંગ્રેસના જોડાશે. તેમણે આવી વાતો ચલાવી, પરંતુ સોનિયાના આ પુસ્તક પછી આવી કોઈ શક્યતા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
એકતા કપૂરની કોઈ સિરિયલથી પણ વધુ રોચક એવી આ વાર્તામાં જેઠાણી સોનિયા ગાંધી ફાવી ગયાં. તેમણે ન માત્ર પરિવાર પર, પરંતુ કાંગ્રેસ પર પણ એવો કબજો જમાવ્યો કે સત્તર-સત્તર વર્ષ સુધી એટલે કે ગાંધી પરિવારમાં ન ભૂતો અને કદાચ ન ભવિષ્યતિ, આટલો લાંબો સમય કોઈ પક્ષ પ્રમુખ તરીકે રહ્યું હશે-રહેશે.









































