ભારતમાં આૅફિસ અને અર્થતંત્રમાં અમેરિકાની નકલ બાદ, આપણે યુનિવર્સિટીઓમાં પણ એવું જ કરી રહ્યા છીએ. ગુજરાત વિશ્વ વિદ્યાલયમાં એક વિભાગનું અંગ્રેજીમાં પાટિયું વાંચ્યું- ડીફેન્સ ઇન હામલેણ્ડ સિક્યારિટી રિસર્ચ સેલ. એટલે અંગ્રેજીમાં પણ આપણે અમેરિકાની નકલ કરવા લાગ્યા ! આપણે ગુજરાતીમાં ગૃહ મંત્રાલય કહીએ તેને અંગ્રેજીમાં મિનિસ્ટ્રી આૅફ હામ અફેર્સ કહે છે. આ જ નામ, આપણે ત્યાંથી ગયેલા ભારતીયોના દેશો- સિંગાપોર (મૂળ નામ સિંહપુરમ્) અને મલયેશિયાએ અપનાવેલું છે. આૅસ્ટ્રેલિયામાં પણ આ જ નામ છે. પણ અમેરિકામાં તેને હામલેણ્ડ સિક્યારિટી કહે છે.
ગુજરાત વિશ્વ વિદ્યાલયમાં હામ સિક્યારિટી હોત તો સમજાત, પણ હામલૅણ્ડ શા માટે? શું આપણે અમેરિકાના ખંડણી દેશ બની ગયા છીએ? શું આ વિભાગનું અમેરિકાના કોઈ વિશ્વ વિદ્યાલય સાથે ગઠબંધન છે?
એ બધું તો બરાબર, પરંતુ અમેરિકામાં જેમ પોલીસે કોઈ અશ્વેત ચોરી કે લૂટફાટ કરતો હોય તો તેને પકડતી વખતે બરાબર ધ્યાન રાખવું પડે છે અને વિડિયોગ્રાફી કરવી પડે છે તેવું ભારતમાં પણ થતું જાય છે, કારણકે આજે ચતુર ફાન બધા પાસે છે. તેથી વિડિયો રેકાર્ડ થઈને ઊંધા અર્થઘટન સાથે સાશિયલ મીડિયા પર મૂકાઈ જાય છે. અને પછી મીડિયા કાંઉકાંઉ કરવા લાગે છે અને સામા પક્ષની વાત સાંભળતું નથી. સાશિયલ મીડિયા પર જમાદારો ડંડા પછાડવા લાગે છે.
દિલ્લીમાં કાકરોચોના આંદોલનમાં જો કથિત જેન-ઝી કે ઢાંઢાઓના અતિ ખરાબ વ્યવહાર, ત્યાં કામુક ચેષ્ટાઓના વિડિયો બહાર ન આવ્યા હોત તો? હિંસા ફેલાય તે માટે પથ્થરો લાવવામાં આવ્યા. એક સર્કલ તોડીને તેમાંથી ઈંટો કાઢવામાં આવી. આ વિડિયો ન હોત તો? દિલ્લી પોલીસ અને સેના સાથે અભદ્ર વર્તન કરાયું તેના વિડિયો ન હોત તો? એ હતા તો પણ એવો નેરેટિવ બન્યો કે દિલ્લી પોલીસે બળપ્રયોગ કર્યો અને ખૂબ જ માર માર્યો, તો વિડિયો ન હોત તો? સર્વોચ્ચે તો જેમની સામે હિંસાના કેસો થયા હતા તે કેસો પાછા ખેંચાવડાવ્યા. દરેક રાજ્યમાં આવું થયું.
બિહારમાં જમુઈ જિલ્લાના મડવા ગામે જે દુર્ઘટના બની તેમાં ટોળાના એક આરોપીએ છોકરીને જે રીતે ઊંચકી તેનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. પરંતુ એ છોકરા-છોકરીના આૅન કેમેરા અભદ્ર ચેષ્ટાઓનો વિડિયો જોયા પછી અનેક પાસાંથી આ ઘટના તપાસવી પડે તેમ છે.
‘લાલ’ભાઈઓને ટાપ પર રાખતા પત્રકારોને મજા પડી ગઈ, બે રીતેઃ એક તો ભાજપ શાસિત રાજ્ય અને પાછું આરોપીઓ હિન્દુ સમાજના, ભગવો ગમછો પહેરેલા. છતાં તેમણે જે કહ્યું તે સાંભળજોઃ છોકરા-છોકરી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે ટોળાએ તેમને રોક્યાં. છોકરાને પૂછ્યું, કોણ છો? ક્યાં રહે છે? અહીં કેમ આવ્યા હતા? છોકરાએ કહ્યું કે અમે બંને એક શાળામાં ભણીએ છીએ. અમે મિત્રો છીએ અને ઘરના લોકોને પણ આ ખબર છે. (પરંતુ બની શકે કે આ છોકરા-છોકરીનો સેમી પાર્ન પ્રકારનો વિડિયો ટોળાએ જોયો હોય અને ગામના લોકો તો ઓળખતા જ હોય એટલે) ટોળામાંથી એકે પહેલાં છોકરાને કચકચાવીને લાફો મારી દીધો. અને કહ્યું કે જો ઘરના લોકોને ખબર હોય તો ચાલ, ફાન કર. પરંતુ છોકરો જે વીરતા દેખાડતો હતો તેની વીરતા આ વાત પર અદૃશ્ય થઈ ગઈ, કારણકે ઘરવાળાને આ કાંડની ખબર હોય તો તો તેમણે જ પહેલાં ઠમઠોર્યાં હોત. એટલે છોકરા-છોકરી ક્ષમા માગવાં લાગ્યાં. છોકરાને ઠમઠોરવા જતા છોકરી વચ્ચે પડી એટલે મુખ્ય આરોપી નંદન યાદવે તેને ઉઠાવી લીધી અને ખરાબ રીતે ઉઠાવી.
બસ, આપણે ત્યાં થાય છે તેમ ગોધરા કાંડ-ગુજરાત રમખાણો, સીજેપી હિંસા-દિલ્લી પોલીસની આત્મરક્ષાની જેમ મૂળ ઘટનામાં કોઈ પડ્યું જ નહીં.
ડિજિટલ ચેનલ ન્યૂઝપિંચના પત્રકારે તે ગામની મહિલાને પૂછ્યું તો મહિલા કંઈ બોલવા તૈયાર ન થઈ. ગામના લોકોની આ માનસિકતા દિલ્લીમાં એસી કેબિનમાં બેસીને અને એસીવાળી ગાડીમાં બેસીને લિનનના શર્ટ અને જીન્સ પહેરીને ફરતા પત્રકારોને સમજાતી નથી. આ મહિલા નંદન યાદવની પડોશી હતી, તેણે મોઢું પણ ન બતાવ્યું. નંદનના બીજા પડોશીએ પત્રકારની ફિરકી લઈ લીધી. પત્રકારે પૂછ્યું કે ગામનું નામ શું છે? પડોશીએ રોકડું પરખાવ્યું, જ્યાં વિવાદ થયો છે તે ગામનું નામ તમને નથી ખબર? પછી પત્રકારે પૂછતાં તેણે કહ્યું, ‘ખોટું બંને પક્ષે થયું છે. છોકરી તરફથી પણ ખોટું છે અને ટોળાએ જે કર્યું તે પણ ખોટું છે.’ પત્રકારે પૂછ્યું કે છોકરી તરફથી શું ખોટું છે? પેલો કહે, “છોકરી જમુઈમાં રહે છે અને તે આ વિસ્તારમાં રાતના સાત કે આઠ વાગે શું કરવા આવી હતી? (અહીં બીજી એક વાત સમજવી જોઈએ. ગામમાં આજે પણ સાત-આઠ એટલે મોડો સમય. શહેરમાં રાતના બેબે વાગ્યા સુધી લોકો રખડતા હોય તેવું નહીં.) છોકરાઓએ પણ છેડતી કરી તે પણ ખોટું છે. પણ તમે છોકરા-છોકરી જે કરવા આવ્યા હતા તેના માટે તેમને કેમ દોષ નથી આપતા? તેમના ઘરે જઈને પણ પૂછો ને.”
આ માનસિકતા છે. પરંતુ હિન્દુઓની આ માનસિકતા સામે તો મીડિયા-સાશિયલ મીડિયાના જમાદાર વર્ગને વાંધો છે પરંતુ પ. બંગાળના ચોપડા ગામે જ્યારે તૃણમૂલ કાંગ્રેસનો તજમુલ ઇસ્લામ સાર્વજનિક રીતે મુસ્લિમ મહિલાને તેના વ્યભિચારની શંકા પર મારે છે ત્યારે આ જમાદાર વર્ગ મૌન રહી જાય છે. કેરળનો મૌલવી એ. પી. અબુબકર મુસ્લિયાર કહે છે કે સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવું જોઈએ છે ત્યારે આ જમાદાર વર્ગના કાન બધિર થઈ જાય છે.
એક વાત એ પણ છે કે પોતાની જાતિના વ્યક્તિના શાસનના કારણે તેની જાતિના લોકોને પણ થાય છે કે આપણે કંઈ પણ કરશું તો આપણને કંઈ નહીં થાય. મુલાયમસિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવના સમયમાં યાદવ સમુદાયના ગુંડાઓને પૂરી છૂટ મળી ગઈ હતી. જ્યારે મુલાયમના ગાઢ આઝમ ખાન ૨૦૧૩માં એમ કહે છે કે ફેશન અને ઓછાં કપડાં પહેરવાથી જ બળાત્કાર જેવી ઘટના ઘટે છે. પરંતુ ત્યારે મીડિયાએ ‘ભારતમાં બળાત્કાર ન થાય, ઇન્ડિયામાં થાય’ તેવા સંઘ પ્રમુખ મોહન ભાગવતના એવા નિવેદનને સમજ્યા વગર ચગાવીને ખોટું પર્સેપ્શન બનાવી દીધું. મોહન ભાગવત એવું કહેવા માગતા હતા કે જ્યાં સાચું ભારત એટલે કે ભારતની જે મૂળ છબિ છે- સ્ત્રીસન્માન, વિદેશીઓને માન, અતિથિઓનો સત્કાર, વૃક્ષ, નદી-પર્વતમાં પણ ઈશ્વરના દર્શન, પર્યાવરણ પ્રેમ, ગાયને પહેલી રોટલી અને શ્વાનને છેલ્લી રોટલી, પક્ષીઓને ચણ, સાપને પણ દૂધ, પહેલો સગો પડોશીપોતે સંસ્કૃતિમાં માનનારો બળાત્કાર ન કરે. પરંતુ આજે જે સંસ્કૃતિ બની છે તે ઇન્ડિયાની છે.
તે સમયે મુલાયમસિંહ યાદવે કહ્યું હતું, “છોકરીઓ પહેલાં મિત્રતા કરે છે. છોકરા-છોકરીમાં મતભેદ થઈ જાય છે. મતભેદ થઈ ગયા પછી છોકરીઓ તેને બળાત્કારનું નામ આપી દે છે. બાળકોથી ભૂલ થઈ જાય છે. શું બળાત્કાર કેસમાં ફાંસી આપી દેવાશે?” આજે આ વાત ઘણા કિસ્સામાં સાચી પણ પડી છે કે યુવક-યુવતી ઘણી વખત સાથે રહ્યાં હોય પછી યુવતી વર્ષો પછી બળાત્કારનો આરોપ લગાવે તો સર્વોચ્ચ કે બીજાં ન્યાયાલયો પણ કહે છે કે ખોટા કેસો થાય છે. પરંતુ આપણે ત્યાં આ જમાદારોને એક વર્ગને સાચો અને એક વર્ગને ખોટો માની લેવાની ટેવ પડી ગઈ છે.
એટલે જ જ્યારે આઈઆઈટી મુંબઈમાં સાહિલ વાકોડેની ચોરી કરતા પકડાયા પછી આત્મહત્યા કેસ બધાએ માની લીધું કે નક્કી, પ્રાધ્યાપકે તેને દલિત હોવાથી જ નિશાન બનાવ્યો. યથાર્થ શું છે? ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સૌથી વધુ આત્મહત્યા કરનારા કહેવાતી ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ છે. આઈઆઈટી મુંબઈના કેસામાં પ્રાધ્યાપક સૂર્યનારાયણ ડૂલ્લાએ સાહિલને રોક્યો અને તેણે આત્મહત્યા કરી લીધી તેથી સાહિલનાં પિતાએ પ્રાધ્યાપક પર એસસી-એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ લગાવી દીધો ! (ઘણાનો મત એવો પણ છે કે આ કેસ કરો તો વળતરમાં સરકાર સારી એવી રકમ આપે છે અને ઘણા તો તેના કારણે લાખોપતિ બની ગયા છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક પરિવારે દસ વર્ષમાં ૧૫ કેસ કરી સરકારી વળતર પેટે રૂ. ૪૬ લાખ મેળવ્યાનું પોલીસે જણાવ્યું છે.) એક અન્ય વિડિયોમાં ટિકિટ ચેકર જ્યારે એક છોકરી પાસે ટિકિટ માગે છે અને તેની પાસે ટિકિટ નથી હોતી ત્યારે તે દંડ ન આપવો પડે તે માટે પોતાનાં કપડાં ફાડવાં લાગે છે. એ તો સારું થયું કે ટિકિટ ચેકરે મોબાઇલમાં રેર્કાડિંગ કરી લીધું, નહીંતર?
આવા દરેક કેસમાં ઉપરોક્ત જમાદાર વર્ગે મચાવેલા હોહલ્લાના કારણે સરકાર (કોઈ પણ પક્ષની હોય) અને સર્વોચ્ચ ન્યાયાલયનું વલણ પણ આંખ મીંચીને આરોપ સાચા માની લેવાનું રહે છે. એટલે જ મિ. લાર્ડ અને સરકાર માઇબાપને પૂછવાનું કે, પોલીસ માટે તમારી માર્ગદર્શિકા શું છે? પોલીસે ચોરને પકડવાનો કે નહીં? ચોર પકડાય તો પહેલાં તેની જાતિ પૂછવાની? જો ચોક્કસ જાતિનો હોય તો તે એટ્રાસિટી ઍક્ટ હેઠળ કેસ ન કરે તે માટે તેને જવા દેવાનો? શિક્ષક અને પ્રાધ્યાપકે પરીક્ષામાં નકલ રોકવાની કે નહીં? ગૃહ કાર્ય અને એસાઇનમેન્ટ માગવાનાં કે નહીં? શાળાએ સમયસર આવે તે માટે આગ્રહ રાખવાનો કે નહીં? કોઈ વિદ્યાર્થીએ ખોટા ઉત્તર આપ્યા હોય તો શું તેને અનુત્તીર્ણ કરતા પહેલાં તેની જાતિ જોવાની? એ જોવાનું કે તે છોકરો છે કે છોકરી? જો યુવતી હોય તો ટિકિટ ન હોય તો પણ જવા દેવાની? રસ્તા પર કોઈ છોકરી સાથે છોકરો અભદ્ર વર્તણૂંક કરતો હોય તો સમાજે તેને રોકવાના કે નહીં?
ન્યાયતંત્ર એમ કહે છે કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. પરંતુ જામીન માત્ર શરજીલ ઈમામને જ મળશે? તે પણ તેના પિતરાઈ ભાઈના લગ્નમાં હાજર રહેવા? અને તે પણ સાત દિવસ? લગ્ન સાત દિવસ ચાલે? ન્યાયતંત્રને કોઈ પૂછનાર જ નહીં?
તિસ્તા શેતલવાડની ધરપકડ રોકવા માટે ન્યાયતંત્ર શનિવારની રજામાં અને તે પણ સાંજે બેસીને તેને આગોતરા જામીન આપી શકે. પરંતુ કોઈએ અત્યાચાર નિવારણ (એટ્રાસિટી) અધિનિયમ હેઠળ ખોટો કેસ કર્યો હોય તો આગોતરા જામીન ન મળી શકે ! ઘરેલુ હિંસાના આરોપ લગાવીને મહિલાઓ ‘કાયદાકીય ત્રાસવાદ ફેલાવે છે’ તેવી કોલકાતા ઉચ્ચ ન્યાયાલયની ટીપ્પણી સાવ અસ્થાને નથી. અને બીજી તરફ એ પણ હકીકત છે કે ઘણા પુરુષો મહિલાઓ પર ભારે અત્યાચાર કરે છે ત્યારે એ મહિલા ફરિયાદ કરવા પણ જઈ શકતી નથી.
સંવિધાનની વાતો થાય છે, પરંતુ તેની સંધિ વિચ્છેદ કરીએ તો સમ-વિધાન થાય છે અને શું ભારતના દરેક નાગરિક માટે તે સમ-વિધાન છે? કે પછી સરકાર દ્વારા મત બૅંક લક્ષી અને સંયુક્ત રાષ્ટ્રો (અમેરિકા)ને વ્હાલા થવા કરાયેલા ઉત્તરોત્તર ફેરફારોના કારણે વિષમ-વિધાન બની ગયું છે?
યથાર્થમાં જોઈએ તો, ફિલ્મોવાળાએ વર્ષોથી ચોર (શોલે), લૂટારા (સમાધિ), બળાત્કારી (અમર, બેનામ બાદશાહ), ઠગ (જોડી નં. વન, એક ઔર એક ગ્યારહ), ત્રાસવાદી (મિશન કાશ્મીરથી લઈને ખાકી, જોલી એલએલબી ૨), દાણચોર (દીવાર), ભ્રષ્ટાચારી (રામલખન), વેશ્યા (પ્યાસા, મૌસમ, ઉમરાવ જાન, ગંગુબાઈ કાઠિયાવાડી, ચમેલી)ને સારા ચિતર્યા છે જ્યારે ધનિક, પોલીસ, સૈનિક, વેપારી, પૂજારી, પંડિત, રાજકારણી, સાધુ, સંસ્કારી પરિવાર (જે અંદરથી વિકૃત નીકળે તેવું બતાવવાનું) ઇત્યાદિને ખલનાયક દર્શાવ્યા. એક ને એક વાત વર્ષોથી અનેક ફિલ્મોમાં કહેવાય તો તે સત્ય લાગવા લાગે છે જેમ શ્રી રામ વિશે શંબૂક વધ અને સીતાજીના ત્યાગ વિશે અસત્યને સત્ય માની લેવાયું છે તેમ જ.
સરકારને દલિત, મહિલા, ખેડૂતમાં મતો દેખાય છે. તેના લીધે પોલીસને પણ ફરજ પડે છે. મીડિયામાં બેઠેલા ડાબેરીઓને ટીઆરપી દેખાય છે. નબળા પર અત્યાચારનો નેરેટિવ બનાવી કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે તેમ કહેવાથી ટીઆરપી મળે છે. કહેવાનો અર્થ એ નથી કે દલિત, મહિલા, ખેડૂત કે અન્ય કોઈ પણ સામાન્ય માણસ ક્યારેય પીડિત ન હોઈ શકે. પરંતુ સરકાર, પોલીસ, ન્યાયતંત્ર અને મીડિયાએ બંને પક્ષ જાણીને પછી કોઈ પણ ઘટના પર ન્યાય તોળવો જોઈએ અને ખોટી ફરિયાદ થઈ હોય તો તેને દંડિત કરવો/કરવી જોઈએ.






































