રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલની માતુશ્રી આર.ડી. વરસાણી કન્યા વિદ્યાલય, દ્રોણેશ્વરની દીકરીઓએ ભવ્ય બેગ પાઇપ બેન્ડ પ્રદર્શન કર્યું હતું. SGVP ગુરુકુલના અધ્યક્ષમાધવપ્રિયદાસ સ્વામીની પ્રેરણાથી તૈયાર થયેલી આ ટીમે રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દીકરીઓએ પોતાની શિસ્ત, સંગીત સાધના, સમર્પણ અને કૌશલ્યથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સમગ્ર શિક્ષા ગુજરાત અને ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી પરેડમાં ટીમની સફળતાથી ગીર ગઢડા તાલુકા, ગીર સોમનાથ જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ટીમને તૈયાર કરવામાં કુવર યાદવ અને દલપતભાઈ ધાનાણીની અથાગ મહેનત રહી હતી. સંતોના આશીર્વાદ અને માર્ગદર્શન બદલ સમગ્ર SGVPપરિવારે દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા.