સાવરકુંડલાના વાંશીયાળી અને અમરેલીમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે વાંશીયાળી ગામે રહેતા ધીરૂભાઈ મનજીભાઈ રાઠોડ રવિયા (ઉ.વ.૪૭) જાહેર કર્યા મુજબ, કિશનભાઈ ધીરૂભાઈ રાઠોડ (ઉ.વ.૨૫)ની માનસિક સ્થિતિ છેલ્લા એકાદ વર્ષથી સારી નહોતી. અવાર નવાર આવેશમાં આવી જઈ ક્રોધિત થઈ જતો હતો. ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યો હતો. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ એમ વિંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં અમરેલીમાં રહેતા અશોકભાઈ બચુભાઈ રૂપાલીયા (ઉ.વ.૬૩)એ જાહેર કર્યા મુજબ, હર્ષ અશોકભાઈ રૂપાલીયાએ આર્થિક સંકડામણ તેમજ જિંદગીથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ વી મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.





































