વડિયામાં રેડ દરમિયાન પોલીસે બિયરના ટીન ઝડપી પાડ્યા હતા. ચારણીયા રોડ પર એક યુવકના રહેણાંક મકાનમાં રેડ પાડીને પોલીસે વિવિધ બ્રાન્ડના પાંચ બિયરના ટીન જપ્ત કર્યા હતા.આ ઉપરાંત, જિલ્લામાંથી ત્રણ મહિલા સહિત ૧૩ લોકો પાસેથી પાસ-પરમિટ વગરનો દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે વિવિધ સ્થળેથી ૮ ઈસમો કેફી પીણું પીને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા, તેમજ ૪ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં પોલીસ ઝપટે ચડ્યા હતા.






































