રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટી ૨૦ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને ૯૨ રનથી હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ જીત સાથે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઘરઆંગણે ૨૦ ફોર્મેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી. રાયપુરમાં રમાયેલી મેચમાં ટીમે ઝિમ્બાબ્વેને ૯૨ રનના મોટા માર્જિનથી હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો. ઘરઆંગણે રનની દ્રષ્ટિએ આ ભારતીય મહિલા ટીમનો ટી ૨૦ ઇતિહાસમાં સૌથી મોટો વિજય છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઘરઆંગણે રમતી વખતે ટી ૨૦ મેચોમાં ઘણી મોટી અને પ્રભાવશાળી જીત મેળવી છે. સૌથી મોટો વિજય રાયપુરમાં આ જ મેચમાં ઝિમ્બાબ્વે સામે મળ્યો હતો. ટીમ ઇન્ડિયાએ આ મેચ ૯૨ રનથી જીતી હતી. અગાઉ, ૨૦૧૬માં, ભારતીય મહિલા ટીમે બેંગલુરુમાં બાંગ્લાદેશ સામે ૭૨ રનથી જીત મેળવી હતી. ૨૦૨૪માં, ટીમ ઇન્ડિયાએ મુંબઈમાં વેસ્ટ ઇન્ડિઝને ૬૦ રનથી હરાવ્યું હતું. ૨૦૧૯માં, ભારતીય ટીમે સુરતમાં દક્ષિણ આફ્રિકા સામે ૫૧ રનથી મોટી જીત નોંધાવી હતી.
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ૭ વિકેટે ૨૧૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. શરૂઆતમાં, શેફાલી વર્મા અને અનુષ્કા શર્માએ પ્રથમ વિકેટ માટે ૫૪ રન ઉમેર્યા, ત્યારબાદ અનુષ્કા ૨૮ રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ ટીમે ૬૮ રન બનાવીને નિક્કી પ્રસાદ (૯) ગુમાવી દીધી. ક્રીઝ પર આવેલી હરમનપ્રીત કૌરે ત્રીજી વિકેટ માટે શેફાલી સાથે ૮૪ રનની શાનદાર ભાગીદારી કરી, જેનાથી ટીમનો સ્કોર ૧૫૨ સુધી પહોંચી ગયો, ત્યારબાદ શેફાલી ૬૯ રન બનાવીને આઉટ થઈ ગઈ. હરમનપ્રીત અંત સુધી અણનમ રહી, તેણે માત્ર ૪૧ બોલમાં ૫ છગ્ગા અને ૧૦ ચોગ્ગા સાથે શાનદાર ૯૧ રન બનાવ્યા.ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી. ઝિમ્બાબ્વેએ પહેલા જ બોલ પર કેલિસ ન્ધલોવુ (૦) ની વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ મોડેસ્ટર મુપાચિકવા (૧) ૧૨ રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ શાર્ન માયર્સ અને બિઝાએ ત્રીજી વિકેટ માટે ૮૨ રન ઉમેરીને ઇનિંગ્સને Âસ્થર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ઝિમ્બાબ્વેનો રન રેટ સમગ્ર ઇનિંગ્સ દરમિયાન ખૂબ જ ધીમો રહ્યો, જેના પરિણામે ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને માત્ર ૧૨૪ રન જ બનાવી શકી. ભારત માટે નંદિની શર્માએ સૌથી વધુ ૩ વિકેટ લીધી.














































