ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા વિવિધ આરોગ્ય સંસ્થાઓના સહયોગથી ૨૯૫મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ડા. રતિદાદાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શરૂ થયેલા આ કેમ્પમાં સ્વ. હંસાબેન ભાયાણીની સ્મૃતિમાં યુ.કે. સ્થિત ભાયાણી પરિવારે આર્થિક સહયોગ આપ્યો હતો. કેમ્પમાં કુલ ૬૪ દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો, જેમાંથી ૨૪ દર્દીઓને રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે ફેકો પધ્ધતિથી વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવી હતી. આ ઉપરાંત ડા. મહેતા દ્વારા આંખોની તપાસ, ડા. ઈશાબેન દ્વારા દાંતની સારવાર તેમજ ડા. પ્રકાશભાઈ અને ડા. આરતીબેન દ્વારા આયુર્વેદિક તપાસ કરી તમામ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના મહેશભાઈ, મંજુબા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.










































