રાજુલા સહિત ગુજરાતમાં નાયબ મામલતદારની હડતાલને કારણે સરકારી ભરતી માટે જરૂરી રહેઠાણ, આવક અને જાતિના દાખલા મેળવવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આંગણવાડી ભરતીમાં OTD ન મળતા ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ અડચણ ઊભી થઈ છે. રાજુલાના યુવા બ્રહ્મસમાજના જયેશ દવે દ્વારા અગ્ર સચિવ જયંતિ રવિ તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ભરતીની મુદત લંબાવવા માંગ કરવામાં આવી છે.





































