અમરેલી જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષથી વિપશ્યના ધ્યાનનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. હાલમાં સ્થાનિક સ્તરે નિયમિત સામૂહિક સાધના તથા એકદિવસીય શિબિરોનું આયોજન કરવામાં આવે છે. અમરેલી વિસ્તારના આશરે ૬૦૦થી ૭૦૦ સાધકો સ્થાનિક જીપ્સી કેમ્પ તેમજ દેશભરના કાયમી કેન્દ્રોમાં વિપશ્યના સાધના કરી ચૂક્યા છે. કેટલાક સાધકોએ ગંભીર લોંગકોર્સ પણ પૂર્ણ કર્યા છે. અમરેલીમાં કાયમી વિપશ્યના કેન્દ્ર સ્થાપવા માટે શહેરની દોડધામથી દૂર પ્રકૃતિના ખોળે યોગ્ય જમીનની શોધખોળ ચાલી રહી છે. કેન્દ્ર બનવાથી સાધકોને દસ દિવસીય શિબિરો માટે મોટી સુવિધા મળશે. આ ભગીરથ કાર્યમાં સુરત સહિતના જૂના સાધકો સહભાગી બની પોતાની પારમિતા પુષ્ટ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. વિશેષ માહિતી માટે દ્વારકાદાસ લલાડીયાનો ૯૪૨૬૨૩૧૪૪૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.




































