ખાંભા તાલુકાના ગીરકાંઠે આવેલ ભાણીયા ગામે સેવા સેતુ ૨.૧ (ગ્રામ્ય)નું આયોજન કલેકટર વિકલ્પ ભારદ્વાજ તેમજ ધારાસભ્ય જે.વી. કાકડીયાની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ તકે કલેકટર દ્વારા સરકાર તમારા દ્વારેના હેતુથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે વિવિધ વિભાગોની માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા ભાણીયા ગામમાં ધોરણ ૮ થી ૧૦ ની મંજૂરી તેમજ સૌની યોજનાની મંજૂરી સહિતના વિકાસ કામોની માહિતી આપવામાં આવી હતી. પ્રાંત અધિકારી અર્પણ ચાવડા દ્વારા સેવા સેતુનો હેતુ સમજાવી ભાણીયા ગામમાં શાળાએ જવા માટે પોતાની ગ્રાન્ટમાંથી રૂ.૫ લાખનો સીસી રોડ મંજુર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અરવિંદભાઈ ચાવડા, મુકેશભાઈ માંગરોળીયા, આનંદભાઈ ભટ્ટ, શિવલાલ સુદાણી સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































