ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા (ઓઢાબાપુનું) ગામે ભૂલથી ઝેરી દવા પી લેતાં એક પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સુરેશભાઈ હરિભાઈ મારૂ (ઉં.વ.૩૦)એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ, જયાબેન હરિભાઈ મારૂ (ઉં.વ.૬૦) નામના પ્રૌઢા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમારીથી પીડાતા હતા. દરમિયાન તેમણે ઉધરસની દવાની બાજુમાં જ પડેલી ખડ બાળવાની ઝેરી દવા ભૂલથી પી લીધી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. પી. ધાંધળ વધુ તપાસ ચલાવી રહ્યા છે.





































