રાજુલા શહેરના આંગણવાડી કેન્દ્ર નંબર ૨૨ ખાતે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સુપરવાઇઝર તેજલબેન પુરોહિત, હેલ્પર ઇલાબેન વાઘેલા તથા વર્કર અનસુયાબેનની સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા સદસ્ય અર્ચનાબેન પરાગભાઈ જોશી, એકતાબેન ગુજરીયા, મામલતદાર પુરોહિત, ઘનશ્યામભાઈ મશરૂ, પરેશભાઈ, ચિંતનભાઈ તેમજ પરાગભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.









































