સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાવરકુંડલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગાધકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય વિભાગ, મામલતદાર કચેરીના રેશનકાર્ડ વિભાગ, આધારકાર્ડ કેન્દ્ર, પીજીવીસીએલ વીજપડી શાખા તેમજ તાલુકા પંચાયતના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા બેંક વીજપડી શાખાના મેનેજર, સમાજ કલ્યાણ શાખા સહિતના વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સેવા સેતુમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપી સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો. સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.








































