તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં સાવરકુંડલાની પે. સેન્ટર શાળા નંબર-૧ના વિદ્યાર્થીઓએ ચેસ અને યોગાસન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અંડર-૧૪ ચેસ સ્પર્ધામાં પરમાર રુદ્રએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે યોગાસન સ્પર્ધામાં બોસમિયા જીતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. માર્ગદર્શક શિક્ષક હિતેશભાઈ જોશીના પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવી હતી. શાળા પરિવાર અને વાલીઓએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.








































