પારડી તાલુકાની ઉદવાડા ગ્રામ પંચાયત સાથે જાડાયેલા ૩ લાખની લાંચના કેસમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છઝ્રમ્ની કાર્યવાહી બાદ ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર પટેલ અને ઉપસરપંચ સરોસ ઈરાનીને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે ગ્રામ પંચાયતના મહિલા સભ્ય ધર્મિષ્ઠા પટેલ સામે છઝ્રમ્ની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે.મળતી માહિતી મુજબ, ફરિયાદીની જમીનને ખેતી ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવાની કામગીરીના સંદર્ભમાં સરપંચ, ઉપસરપંચ અને મહિલા સભ્ય દ્વારા ૩ લાખની લાંચ માગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ લાંચની માંગ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ છઝ્રમ્ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.એસીબીની કાર્યવાહી દરમિયાન ઉદવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સરોસ ઈરાની અને મહિલા સભ્ય ધર્મિષ્ઠા પટેલની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, સરપંચ ધર્મેન્દ્ર પટેલ ઘટનાક્રમ બાદ ફરાર હોવાનું સામે આવ્યું હતું.એસીબી દ્વારા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
એસીબીની કાર્યવાહી અંગે જાણ થયા બાદ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મામલાની વિભાગીય તપાસ માટે તપાસ કમિટી બનાવવામાં આવી હતી. કમિટી દ્વારા સમગ્ર કેસને લગતી વિગતો અને સંબંધિત પક્ષોની રજૂઆતોની તપાસ કરવામાં આવી હતી. તપાસ પ્રક્રિયા દરમિયાન બંને પક્ષોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. ત્યારબાદ કમિટીના અહેવાલ અને રજૂઆતોના આધારે ડીડીઓ દ્વારા સરપંચ અને ઉપસરપંચ સામે વહીવટી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.ડીડીઓના આદેશ બાદ ધર્મેન્દ્ર પટેલ અને સરોસ ઈરાનીને ઉદવાડા ગ્રામ પંચાયતના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એસીબીના લાંચ કેસ અને ત્યારબાદ હાથ ધરાયેલી વિભાગીય તપાસના સંદર્ભમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં મહિલા સભ્ય ધર્મિષ્ઠા પટેલની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમના વિરુદ્ધ એસીબીની કાયદાકીય કાર્યવાહી હાલ ચાલુ છે. આથી ઉદવાડા ગ્રામ પંચાયત સાથે જાડાયેલા આ લાંચકાંડમાં છઝ્રમ્ની કાર્યવાહી બાદ હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે.ફરિયાદીની જમીનને ખેતીમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવાના કામને લઈને ૩ લાખની લાંચ માગવામાં આવી હોવાનો કેસ સામે આવ્યો હતો. એસીબીની તપાસ બાદ ઉપસરપંચ અને મહિલા સભ્ય સામે કાર્યવાહી થઈ હતી, જ્યારે સરપંચ ફરાર થયા હોવાનું જણાવાયું હતું. હવે ડીડીઓની કાર્યવાહીથી સરપંચ અને ઉપસરપંચ બંનેને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા સભ્ય સામે છઝ્રમ્ની કાયદેસરની કાર્યવાહી આગળ વધી રહી છે.









































