આજે ભાદરવી પૂનમે અંબાજી ખાતે યોજાતા મહામેળાના અંતિમ અને છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં આ મેળાના છ દિવસ દરમિયાન અંદાજિત ૪૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ખાસ કરીને જે ભક્તો બારે માસની ૧૨ પૂનમ ભરે છે, તેઓ આ ભાદરવી પૂનમે અચૂક અંબાજી દર્શને પહોંચે છે. મેળાના અંતિમ દિવસે વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા અંબાજી મંદિરે ધજારોહણ કરવામાં આવી જ્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ચૌદશના દિવસે જ માતાજીને ધજારોહણ કર્યું હતું.
આસ્થાના આ મહાપર્વમાં છ દિવસમાં માતાજીના શિખરે ૫ મીટરવાળી ૪,૦૦૦ જેટલી ધજાઓ ચડાવવામાં આવી છે અને દાનભેટની રકમ પણ બે કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. જાકે, આ વખતે નોંધનીય બાબત એ રહી કે સમગ્ર મેળાના છ દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં સોનાની આવક સંપૂર્ણપણે નીલ રહી હતી.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૌદશના પવિત્ર દિવસે જ માતાજીના શિખર પર ધજારોહણ કરવામાં આવ્યું હતું. આંકડાકીય માહિતી મુજબ, મેળાના આ છ દિવસના સમયગાળામાં અંબાજી મંદિરે ૫ મીટર લંબાઈ વાળી અંદાજે ૪૦૦૦ જેટલી ધજાઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવી છે. આ ઉપરાંત, ભક્તો દ્વારા છ દિવસમાં અર્પણ કરાયેલી દાનભેટની રકમ બે કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. જાકે, આ વખતના મેળા દરમિયાન નોંધપાત્ર બાબત એ રહી કે સમગ્ર છ દિવસમાં મંદિરમાં સોનાની આવક નીલ (શૂન્ય) રહી હતી.પૂનમના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી ખાતે પહોંચ્યા હતાં તેઓ અંબાજીના ખોડીવલી સર્કલથી પોલીસ જવાનો સાથે ધજા લઈને પદયાત્રા સ્વરૂપે મંદિર સુધી પહોંચ્યા હતાં અને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી ૪૦ લાખ માઈભક્તોની અપાર આસ્થા સાથે આ વર્ષનો ભાદરવી પૂનમનો મેળો ભક્તિભાવપૂર્વક પૂર્ણ થયો








































