અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગ દ્વારા તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં કુલ ૧૭ સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી. આ નોંધપાત્ર કામગીરીમાં ૧૨ નોર્મલ ડિલિવરી તથા ૫ સિઝેરિયન સેક્શનનો સમાવેશ થાય છે. આ પૈકી કેટલાક કેસો હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી અને જટિલ પ્રસૂતિના હતા, જેમાં દર્દીની તબીબી સ્થિતિ અનુસાર યોગ્ય સારવાર અને જરૂરી સર્જિકલ મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરી ૩૫ વર્ષના તબીબી અનુભવ ધરાવતા અનુભવી સ્ત્રીરોગ અને પ્રસૂતિ નિષ્ણાત ડા. ભરતભાઇ નિમ્બાર્ક અને ૪ વર્ષના ક્લિનિકલ અનુભવ ધરાવતા ડા. યોગેશભાઇની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કુલ ૧૭ નવજાત શિશુઓમાં ૧૦ પુત્રી અને ૭ પુત્રનો જન્મ થયો હતો.
તમામ માતાઓ અને નવજાત શિશુઓને હોસ્પિટલની તબીબી અને ર્નસિંગ ટીમ દ્વારા જરૂરી મોનિટરિંગ, સારવાર તથા પોસ્ટ-ડિલિવરી કેર આપવામાં આવી રહી છે.










































