અમરેલી જિલ્લામાં ૫ાંચ મહિલા સહિત ૧૪ ઈસમો પાસેથી દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ ૪૯ લિટર દેશી દારૂ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત, અમરેલી અને ટીંબી ચેકપોસ્ટ પરથી બે-બે તથા ખાંભા, પીપાવાવ અને બગસરામાંથી એક-એક મળીને કુલ સાત લોકોને પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપી પાડ્‌યા હતા. જ્યારે ત્રણ શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા પકડાયા હતા.