નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઇ) એ બંગાળના બહેરામપુરના સાંસદ યુસુફ પઠાણને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતના બળવાખોર સાંસદ યુસુફ પઠાણને એનસીપીઆઇમાં બઢતી આપ્યા બાદ, હવે એવું માનવામાં આવે છે કે તેઓ એનસીપીઆઇમાં જ રહેશે. હાલમાં, તેના પ્રમુખ કાકોલી ઘોષ દસ્તીદાર છે, જોકે તેની સ્થાપના શેવડી કુંડુ દ્વારા કરવામાં આવી હતી. યુસુફ પઠાણને એનસીપીઆઇમાં અચાનક બઢતી મળવાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. યુસુફ પઠાણ તેમના સેલિબ્રિટી દરજ્જાને જોતાં પાર્ટીનો મુખ્ય ચહેરો બનશે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સામે બળવો કરીને નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (એનસીપીઆઈ)માં જોડાતા કૂચ બિહારના સાંસદ જગદીશ ચંદ્ર વર્મા બસુનિયાએ સપ્ટેમ્બર ૨૦૨૬માં મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓક્ટોબરમાં દુર્ગા પૂજા પહેલાં અથવા તરત જ ૨૦ બળવાખોર એનસીપી સાંસદોમાંથી ૧૭ ભાજપમાં જાડાશે. ૨૦ સાંસદોમાંથી બધા ૧૭ હિન્દુ છે. બસુનિયાના નિવેદન પહેલાં પણ, એવી અટકળો ચાલી રહી હતી કે ૨૦ બળવાખોરોમાંથી ત્રણ મુસ્લીમ સાંસદો મમતા બેનર્જી પાસે પાછા ફરી શકે છે, જોકે ત્રણેય સાંસદોએ પાછળથી ભાજપને ટેકો જાહેર કર્યો હતો.
યુસુફ પઠાણ અને અન્ય બે મુસ્લીમ સાંસદો (અબુ તાહેર ખાન અને ખલીલુર રહેમાન) માટે મુશ્કેલી એ છે કે તેઓ ભાજપમાં જાડાઈ શકતા નથી કારણ કે તેમના મતવિસ્તારમાં નોંધપાત્ર મુસ્લીમ મતદાર આધાર છે, અને ભાજપમાં જાડાવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે.ટીએમસીના બળવાખોર સાંસદો ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો વચ્ચે,એનસીપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે યુસુફ પઠાણની નિમણૂકથી બંગાળથી ગુજરાત સુધી હલચલ મચી ગઈ છે. એવી ચર્ચા ચાલી રહી છે કે જો યુસુફ પઠાણ એનસીપીમાં રહે છે, તો શું તેઓ ગુજરાતમાં પાર્ટીનો વિસ્તાર કરશે. જો આવું થાય છે, તો તે ગુજરાતમાં કોંગ્રેસ અને છછઁ માટે મુશ્કેલીઓ વધારી શકે છે. ગુજરાતમાં હાલમાં ભાજપ ઉપરાંત બે મુખ્ય પક્ષો છેઃ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષના અંતમાં યોજાશે.
યુસુફ પઠાણની રાજકીય સફર
યુસુફ પઠાણે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પશ્ચિમ બંગાળના બહેરામપુર મતવિસ્તારમાંથી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતી હતી.
૨૦૨૬માં, તેઓ બળવાખોર ટીએમસી સાંસદો સાથે એનસીપી સાથે જાડાયેલા હતા, ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૬માં તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
યુસુફ પઠાણ ગુજરાતના વડોદરાના રહેવાસી છે. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા.
દુર્ગા પૂજાની શરૂઆત માટે પીએમ મોદીની કોલકાતા મુલાકાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ૧૦ ઓક્ટોબરે ઈડન ગાર્ડન્સ ખાતે એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું છે. પીએમ મોદીની હાજરી ખૂબ જ સંભવ છે. એવી ચર્ચા છે કે બળવાખોર ટીએમસી સાંસદો પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. દુર્ગા પૂજા દરમિયાન યોજાનાર આ કાર્યક્રમથી મમતા બેનર્જીનો પક્ષ છોડીને ગયેલા કયા સાંસદો આગળ વધશે તે અંગે સંકેત મળવાની અપેક્ષા છે. જાકે, લોકસભા સ્પીકરે હજુ સુધી બળવાખોર ટીએમસી સાંસદોના એનસીપીમાં વિલીનીકરણને મંજૂરી આપી નથી. લોકસભાના રેકોર્ડ બધા ટીએમસી સાંસદોને અસંતુષ્ટ સાંસદો તરીકે દર્શાવે છે.








































