નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ મળી રહે તે હેતુથી ખાંભા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બરે સવારે ૯થી સાંજના ૫ વાગ્યા સુધી જામકા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાશે. જેમાં જામકા, નિંગાળા-૨, વાંગધા, ત્રાકુડા, નવા માલકનેશ,
જૂના માલકનેશ, હનુમાનપુર અને તાલડા સહિત ૮ ગામોના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળશે. આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ સુધારા, ઈ-કેવાયસી, આધારકાર્ડ સેવાઓ, PMJAY નોંધણી, હેલ્થ ચેકઅપ સહિતની કામગીરી સ્થળ પર જ થશે. કૃષિ, પશુપાલન, પંચાયતની યોજનાઓ તેમજ અન્ય સેવાઓનો પણ લાભ મળશે.