યુક્રેનિયન હુમલાઓ વચ્ચે રશિયામાં યોજાયેલી સંસદીય ચૂંટણીઓમાં રશિયાની શાસક યુનાઇટેડ રશિયા પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે. ૪૫૦ બેઠકોવાળી સ્ટેટ ડુમા માટેની ચૂંટણીમાં પુતિનની પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવતી દેખાય છે. અત્યાર સુધી ગણતરી કરાયેલા મતો અનુસાર, પુતિનની પાર્ટી ૫૭ ટકા મતો સાથે આગળ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી આ રશિયાની પ્રથમ સંસદીય ચૂંટણી છે.
રાષ્ટÙપતિ વ્લાદિમીર પુતિને આ ચૂંટણીને રાષ્ટÙીય એકતા અને રશિયન સૈનિકોના સમર્થન સાથે જાડી છે. રશિયન સરકારે યુદ્ધનો ખુલ્લેઆમ વિરોધ કરનારા યાબ્લોકો જેવા વિપક્ષી પક્ષો અને યુદ્ધ વિરોધી ઉમેદવારોને મુખ્ય રાષ્ટÙીય યાદીમાંથી બાકાત રાખ્યા છે. આનાથી ફક્ત સરકારી નીતિઓને સમર્થન આપનારા પક્ષો જ મેદાનમાં છે. યુક્રેનિયન ડ્રોન હુમલાઓ વચ્ચે યોજાયેલી ચૂંટણીઓમાં રશિયામાં આશરે ૫૭ ટકા મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણીઓ કરતા વધુ હતું. અંતિમ પરિણામો ૨૫ સપ્ટેમ્બરની આસપાસ આવવાની અપેક્ષા છે. આ પરિણામોમાં યુનાઇટેડ રશિયા બે તૃતીયાંશ બેઠકો જીતવાની અપેક્ષા છે.
રશિયન સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે, યુક્રેને મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં ૧,૬૦૦ થી વધુ ડ્રોન હુમલા કર્યા. આમાંથી, આશરે ૪૫૦ ડ્રોન મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા. આમાં એક ૪૪ વર્ષીય મહિલા અને એક વૃદ્ધ પુરુષનો સમાવેશ થાય છે. મોસ્કોના મેયરના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં એક મોટી તેલ રિફાઇનરીને પણ નુકસાન થયું હતું. હાલમાં, રિફાઇનરીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.એવું માનવામાં આવે છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર બદલો લેવાનો હુમલો કરી શકે છે. દરમિયાન, હુમલા બાદ, યુક્રેનના રાષ્ટÙપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. વાતચીત બાદ, ઝેલેન્સકીએ રશિયા પાસેથી તેલ ખરીદી પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર કરવા બદલ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો.









































