રાજકોટની પંચનાથ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક ઝ્રમ્ઝ્ર્ મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે મશીનનું લોકાર્પણ થયું હતું. CBCTથી દાંત, જડબા અને મેક્સિલોફેશિયલ સંબંધિત કેસોમાં 3D ઇમેજિંગની મદદથી સારવારનું વધુ ચોકસાઈપૂર્વક આયોજન કરી શકાશે. ડેન્ટલ વિભાગમાં ૭ નિષ્ણાત ડેન્ટલ ડોક્ટરો તથા ૯ સુપર-સ્પેશિયાલિસ્ટ સર્જનોની ટીમ કાર્યરત છે. છેલ્લા પાંચ વર્ષમાં ૫૧,૩૮૯ ડેન્ટલ પ્રોસિજર કરવામાં આવી હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું.










































