અમરેલીના શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર દ્વારા વંચિત વડીલો માટે હરિદ્વારની નિઃશુલ્ક યાત્રા અને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે વડીલોએ ભાગીરથીના પવિત્ર ગંગા સ્નાનનું સ્વપ્ન પણ જોયું ન હોય, તેમને આ યાત્રા દ્વારા કથા શ્રવણ, ગંગા સ્નાન અને પિતૃતર્પણનો લાભ મળશે. યાત્રાનો પ્રારંભ તા. ૦૧/૧૦/૨૦૨૬ના રોજ થશે. યાત્રિકો અમરેલીથી પ્રસ્થાન કરી ધોળા ખાતેથી રેલવે માર્ગે હરિદ્વાર જશે. ભાગવત સપ્તાહ તા. ૦૩/૧૦/૨૦૨૬ થી ૦૯/૧૦/૨૦૨૬ દરમિયાન ઋષિકેશ રોડ પર હરિપુરા કલા સ્થિત જાલાવાડ ગુજરાત આશ્રમ ખાતે યોજાશે. કથાવક્તા તરીકે પ.પૂ. અરવિંદદાદા જોષી બિરાજશે. મુખ્ય મનોરથી સેવાયજ્ઞી અમરીશભાઈ રજનીકાંતભાઈ ભીમાણી છે, જ્યારે ભોજન સેવાની જવાબદારી દિપેનભાઈ પરમાર સંભાળશે. વધુ માહિતી માટે સંચાલક ભીખુભાઈ અગ્રાવતનો મો. ૮૭૮૦૬ ૦૨૮૨૫ પર સંપર્ક કરી શકાશે.








































