કોડીનાર શહેરની દક્ષિણામૂર્તિ સોસાયટીમાં રાત્રિના સમયે દીપડાના આંટાફેરા જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આંગણવાડી નજીક દીપડો મોબાઇલ કેમેરામાં કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડો વહેલી સવારે પણ વિસ્તારમાં જોવા મળ્યો હતો. સોસાયટીમાં શૈક્ષણિક સંકુલો હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. વન વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાનું લોકેશન શોધી પાંજરું ગોઠવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.








































