શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા ખાતે UNICEF અને અમરેલી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે “Good Touch – Bad Touch, Child Rights, Child Protection Life Skills” અને વિષય પર એક દિવસીય જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક ખરાત સંજય (IPS), Dy.S.P.(IPS), Dy.S.P. ગોરવાડિયા,UNICEFના પ્રતિનિધિઓ બિનલબેન પટેલ અને કેશવભાઈ સહિત પોલીસ ટીમ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કોમિક બુક, વીડિયો અને પ્રેઝન્ટેશનના માધ્યમથી ઓનલાઈન સલામતી, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, રિર્પોટિંગ વ્યવસ્થા તેમજ આત્મવિશ્વાસ જેવા જીવન કૌશલ્યોનું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી અને જીઁ સંજયસરે બાળપણથી જ સુરક્ષા અને કાયદાની સમજ આપી ગુનાઓ ઘટાડવા પર ખાસ ભાર મૂક્યો હતો.