ગોંડલમાં સમસ્ત લોહાણા સમાજની બહેનો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ અષાઢ વદ નાગપાંચમનો પર્વ શ્રધ્ધા અને ભક્તિ સાથે ઉજવાયો હતો. મહિલાઓએ આગલા દિવસે મગ, ચણા અને બાજરો પલાળવાની પરંપરા નિભાવી હતી. બીજા દિવસે નાગદાદાની સ્થાપના કરાયેલા સ્થળે વિધિવત પૂજન કરી પલાળેલા મગ, ચણા અને બાજરો પ્રસાદ તરીકે અર્પણ કર્યા હતા. અનેક બહેનોએ ટાઢું જમી એક ટાણું તેમજ ઉપવાસનું પાલન કર્યુ હતુ. ગોંડલના જલારામ મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ નાગપૂજન કર્યુ અને ધાર્મિક ભાવનાથી પૌરાણિક કથાનું શ્રવણ કર્યું હતુ.






































