જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા સંકલન બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ સરકારી વિભાગોની વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, જેમાં સરકારી
ખાતાઓમાં પેન્ડિંગ રહેલા પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓનો સત્વરે અને અસરકારક રીતે ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં
ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યોને વધુ વેગવંત અને ઝડપી બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.





































