વિદ્યાર્થીઓના વિરોધ બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પદેથી રાજીનામું આપનારા ધર્મેન્દ્ર પ્રધાન સોમવારે સંસદમાં પહોંચ્યા ત્યારે કેટલાક ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું અને ‘પ્રધાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. બિહારના દરભંગાના લોકસભા સભ્ય ગોપાલજી ઠાકુરે તેમને ‘પાગ’ (પરંપરાગત મિથિલા ટોપી) ભેટમાં આપી. દરમિયાન, સંસદ સંકુલમાં ધર્મેન્દ્ર પ્રધાનને આપવામાં આવેલા સ્વાગત પર કોંગ્રેસ પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે પેપર લીક, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ માટે પ્રધાનની પ્રશંસા કેમ થઈ રહી છે.કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એકસ પર એક પોસ્ટમાં કહ્યું કે આજે ભાજપના સાંસદો ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું સ્વાગત કરી રહ્યા છે જાણે તેમણે કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય. દેશે અગાઉ જાયું છે કે તેમના રાજીનામા પત્રમાં, પેપર લીક માટે માફી માંગવાને બદલે પ્રધાને વિદ્યાર્થીઓ પર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, બધા કેન્દ્રીય મંત્રીઓએ સોશિયલ મીડિયા પર પ્રધાનની પ્રશંસા કરી. જયરામ રમેશે કહ્યું કે અમારું માનવું છે કે આ સમગ્ર ઘટના અત્યંત શરમજનક છે અને દેશના યુવાનોનું ઘોર અપમાન છે.
ભાજપએ સ્પષ્ટ કરવું જાઈએ કે પેપર લીક, બગડતી શિક્ષણ વ્યવસ્થા, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ છતાં પ્રધાનનું કાર્ય પ્રશંસનીય હતું કે નહીં. જા નહીં, તો આ સન્માનનો અર્થ શું છે? જા એમ હોય, તો શું ભાજપ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને આ સંદેશ આપવા માંગે છે? દેશ જવાબો માંગે છે.
સંસદ સંકુલમાં પ્રધાનના સ્વાગત વિશે પૂછવામાં આવતા, કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું, “આ એ જ લોકો છે જેમણે બિલ્કીસ બાનો કેસમાં બળાત્કારના દોષિતોનું સ્વાગત કર્યું હતું, તેથી તેમને જવા દો. પ્રધાન આરએસએસના હીરો છે કારણ કે તેમણે શિક્ષણ મંત્રાલય દ્વારા આરએસએસનો એજન્ડા અમલમાં મૂક્્યો હતો. તેથી, તેઓ તેમના હીરો છે. પરંતુ જ્યાં સુધી પ્રધાનનો સવાલ છે, લોકો હવે તેમનો સાચો ચહેરો જાણે છે, જેમ કે આપણે સોશિયલ મીડિયા અને શેરીઓમાં જાઈ શકીએ છીએ.”






































