મહારાષ્ટ્રના સતારા જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. જિલ્લાના ફલટન તાલુકાના ખામગાંવમાં પારધી સમુદાયના એક પરિવારના ચાર સભ્યોનું વીજળીનો કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. માહિતી અનુસાર, તેમના ઘરની સામેના ઇલેક્ટ્રિક કેબલને સ્પર્શ કરતા આ અકસ્માત થયો હતો. એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે એક જ પરિવારના ચાર સભ્યોને વીજળીનો કરંટ લાગ્યો હતો. ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે.
સતારામાં થયેલા આ દુઃખદ અકસ્માતમાં ભોગ બનેલાઓમાં બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી છે. તેમની ઓળખ કિશોરદે શિંદે, સચિન શિંદે, ગગયા શિંદે અને અર્ચના શિંદે તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતા જ ફલટણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.