અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામે આરોગ્ય વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. રશ્મિકાંત જોશી, ડી.એમ.ઓ. ડા. એ.કે. સિંગ અને ડી.ટી.ઓ.ડો.કુરેશીના માર્ગદર્શન હેઠળ વાંકિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પીઠવાજાળ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર ખાતે સઘન સર્વેલન્સ હાથ ધરાયું હતું.કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને રક્તપિત્તના લક્ષણો, જેમ કે ચામડી પર સંવેદના વગરના ડાઘા અને હાથ-પગમાં સુનકાર વિશે માર્ગદર્શન અપાયું હતું. આ ઝુંબેશને સફળ બનાવવા ડા. જાટ, ડા. સતાણી, મેડિકલ ઓફિસર ડા. મિહિર મહેતા, ડા. કિરણબેન તેમજ સીએચઓ જીનલબેન પ્રજાપતિ, એફ.એચ.ડબલ્યુ. ગીતાબેન,આશા ભગવતીબેન મકવાણા અને યોગેશ મકવાણા દ્વારા જહેમત ઉઠાવેલ હતી.આ રક્તપિત અને જનજાગૃતિ અને તપાસની કામગીરીમાં ભાવેશભાઈ દેસાઈ, રાજ્યગુરુભાઈ અને બુહાભાઈ તાલુકા સુપવાઈઝર જોષીભાઈનો પણ સહયોગ મળેલ હતો.