ઉના તાલુકાના ઉમેજ ગામમાં આજે સવારથી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલું આ અભિયાન ૧૬થી ૧૯ તારીખ સુધી, એટલે કે ચાર દિવસ ચાલશે. કામગીરી માટે ચાર ત્નઝ્રમ્ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૨૧ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત, આઠ તલાટી મંત્રી અને એક નાયબ મામલતદાર સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. કુલ ૩૦૦ વિઘા જમીન પરથી દબાણ દૂર કરાશે, જેમાં ગૌચર જમીન તેમજ ૩૦ વિઘાથી વધુ વિસ્તારમાં આવેલા આંબાના બગીચાઓનો પણ સમાવેશ થાય છે.







































