ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે અને પહેલી મેચ હારી ગઈ છે. હવે, ટીમ બીજીપેઢીમાં વાપસી પર નજર રાખી રહી છે. આ દરમિયાન, એક શકતીશાળી ખેલાડી ઓસ્ટ્રેલિયાની ટી ૨૦ ટીમમાં જાડાયો છે. હકીકતમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશ સામેની ટી ૨૦ શ્રેણી માટે નિખિલ ચૌધરીને તેની ટીમમાં સામેલ કર્યો છે.
હોબાર્ટ હરિકેન્સના ઓલરાઉન્ડર નિખિલ ચૌધરી ૬૦ વર્ષથી વધુ સમયમાં ઓસ્ટ્રેલિયા માટે રમનાર પ્રથમ ભારતીય મૂળના પુરુષ ખેલાડી બની શકે છે. ભારતીય મૂળના ઘણા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્્યા છે, જેમાં ગુરિન્દર સંધુ અને તનવીર સંઘાનો સમાવેશ થાય છે, પરંતુ ૧૯૬૦ ના દાયકાથી કોઈ પણ ભારતીય મૂળના પુરુષ ખેલાડી રાષ્ટ્રીય ટીમ માટે રમ્યો નથી. આવો છેલ્લો દેખાવ લગભગ ૬૨ વર્ષ પહેલા થયો હતો, જ્યારે ગુજરાતમાં જન્મેલા લેગ-સ્પિનર રેક્સ સેલર્સે ૧૯૬૪ ના કલકત્તા ટેસ્ટમાં ભાગ લીધો હતો. પુણેમાં જન્મેલી અને ઓસ્ટ્રેલિયન માતાપિતા દ્વારા દત્તક લીધેલી લિસા સ્થાલેકર ૨૦૦૦ ના દાયકામાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ માટે સ્ટાર ખેલાડી હતી.
નિખિલ ચૌધરી હાલમાં બેલ્જીયમમાં ઇયુટી ૨૦ ટુર્નામેન્ટમાં જેબી બ્રુગ માટે રમી રહ્યો છે અને તાજેતરમાંં આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે હતો. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ફોન આવ્યા બાદ, નિખિલ ૧૨ જૂને ઢાકામાં વ્હાઇટ-બોલ ટીમમાં જાડાશે. આ લેગ-સ્પિનિંગ ઓલરાઉન્ડર મધ્યમ ક્રમમાં સ્થાન માટે જાએલ ડેવિસ અને એરોન હાર્ડી જેવા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરશે, જેમનો ફક્ત ટી ૨૦ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ પ્રવાસ પર સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીથી ઝઝૂમી રહ્યું છે. ટ્રેવિસ હેડ વ્યકતીગત કારણોસર ટીમ સાથે નથી, જ્યારે કેપ્ટન મિશેલ માર્શ વનડે શ્રેણીમાંથી બહાર છે, પરંતુ તેને આશા છે કે તે પગની ઘૂંટીની ઇજામાંથી સ્વસ્થ થયા પછી ટી ૨૦ ટીમનું નેતૃત્વ કરી શકશે.
નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયન નાગરિક નથી, પરંતુ તે કાયમી નિવાસી છે અને ઓસ્ટ્રેલિયા માટે રમવા માટે આઇસીસી પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે. દિલ્હીમાં જન્મેલા, ચૌધરીએ હરભજન સિંહ, શુભમન ગિલ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓ સાથે પંજાબ ટીમ માટે ૧૪ મર્યાદિત ઓવરની મેચ રમી હતી અને આઇપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ રમી હતી.
નિખિલ કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા હતા ત્યારે ક્વીન્સલેન્ડમાં તેના કાકાને મળવા ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના ક્રિકેટના સપનાઓને આગળ વધારવાનું નક્કી કર્યું. તેણે ઓસ્ટ્રેલિયામાં વિવિધ નોકરીઓ કરી અને પછી નોર્ધન સબર્બ્સ ગ્રેડ ટીમના કોચ અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સની ભલામણ પર હરિકેન્સની ટીમમાં સ્થાન મેળવ્યું. ગયા ઉનાળામાં તેણે સૌથી પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન કર્યું, જેના કારણે હોબાર્ટને બીબીએલ ૧૪ ટાઇટલ જીતવામાં મદદ મળી. તેણે ૩૦.૭૦ ની સરેરાશ અને ૧૫૩ ના સ્ટ્રાઇક રેટથી ૩૦૭ રન બનાવ્યા. હવે, નિખિલ ઇતિહાસ રચવાથી ફક્ત એક જ પગલાં દૂર છે.