ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર પોલીસ ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત અરજદારની ગુમ થયેલી મોટરસાયકલ શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપીને પ્રશંસનીય કામગીરી કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ આવી ફરિયાદો પર સતર્કતાથી કામ કરી રહી છે. આ અંતર્ગત ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીની રાહબરી હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.વી. હરિયાણીની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી અને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે પોલીસે કોડીનાર બસ સ્ટેશન પાસેથી રૂ.૨૫,૦૦૦/- ની કિંમતની હોન્ડા કંપનીની સીડી-૧૧૦ મોટરસાયકલ (નંબરઃ GJ-32-F-1927) શોધી કાઢી હતી. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી વાહન તેના અસલી માલિકને પરત સોંપતા માલિકે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.