જાફરાબાદના લુણસાપુર ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વિશાળ
વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે. કંપનીના ડાયરેક્ટર હરેશ વોરાના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતે ફાળવેલી જમીન પર જૂન-૨૦૨૬ સુધીમાં ૩,૦૦૦ વૃક્ષો વાવવામાં આવશે, જેની ચાર વર્ષ સુધી કંપની પોતે જાળવણી કરશે. આ સાથે કંપની દ્વારા સ્થાનિક ધનેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રૂ. ૧૧.૫૧ લાખના ખર્ચે બાંધકામ કરી ગ્રામ પંચાયતને અર્પણ કરવાની જાહેરાત કરાઈ હતી.આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લુણસાપુરના સરપંચ પ્રકાશભાઈ કોટીલા, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતા.