સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન બાદ હવે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત મોરબી મહાનગરપાલિકામાં પણ નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાને જવાબદારી સોંપવામાં આવી છે. બંને નેતાઓની પસંદગી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

નડિયાદ મહાનગરપાલિકાના પાંચ મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર ૧૧ના મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે. તેમના નામની જાહેરાત થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર ૯ના કલ્પેશ રાવળની પસંદગી કરવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટને જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે.સાથે જ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે પુષ્પાબેન પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે.

જામનગર મનપાના નવા મેયર તરીકે શાસક પક્ષ ભાજપના મોનિકા વ્યાસની પસંદગી થઈ છે અને ડેપ્યુટી મેયર તરીકે આશિષ ડેરની પસંદગી થઈ છે. જ્યારે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે ધીરેન મોનાણીની પસંદગી થઈ છે. દંડક તરીકે પ્રવીણા રૂપડિયાની વરણી થઈ છે. શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી પર પસંદગીનો કળશ ઢોળાયો છે.