ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને તેનો સૌથી મોટો ફટકો સામાન્ય, નિમ્ન અને મધ્યમ વર્ગને પડી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં રોજિંદી જીવનમાં ઉપયોગી અનેક ચીજવસ્તુઓના ભાવમાં ૨થી ૧૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું,એલપીજી,પીએનજી ગેસ,સીએનજી, પેટ્રોલ-ડીઝલ અને અન્ય જરૂરી વસ્તુઓ મોંઘી બનતા ઘરખર્ચ સંભાળવું મુશ્કેલ બન્યું છે.

વૈÂશ્વક સ્તરે અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલર પાર પહોંચ્યા છે. તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ અને સપ્લાય ચેઈન પર પડી રહી છે. પરિણામે સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ફળો, શાકભાજી અને કરિયાણાં સહિત અનેક પ્રોડક્ટ્‌સના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નોકરીયાત અને મધ્યમ વર્ગની આવકમાં કોઈ ખાસ વધારો થયો નથી, જેના કારણે વધતા ખર્ચ વચ્ચે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

તાજેતરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ?૨નો વધારો થયો હતો. સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ થોડા દિવસોમાં બે વખત વધારો થતાં પરિવહન ખર્ચ વધી ગયો છે. આ અસર સીધી રીતે બજારમાં વેચાતી દરેક વસ્તુના ભાવ પર પડી રહી છે.સરકારી આંકડાઓ અનુસાર દેશમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ એપ્રિલ ૨૦૨૬માં ૮.૩ ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પણ છેલ્લા ૨૨ મહિનાની ટોચે ૩.૪૮ ટકા સુધી નોંધાયો છે. નિષ્ણાતો માને છે કે જા વૈÂશ્વક સંકટ અને યુદ્ધની સ્થિતિ લાંબી ચાલશે તો મોંઘવારીનો દર વધુ વધી શકે છે.

વેપારીઓના મતે બજારમાં માલ પૂરતો છે, પરંતુ ગ્રાહકો ખરીદીમાં સાવચેતી દાખવી રહ્યા છે. હવે લોકો જરૂરિયાત મુજબ જ ખરીદી કરે છે. બીજી તરફ આયાત આધારિત મસાલા અને સૂકા મેવાના ભાવમાં ૩૦થી ૩૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે.તેમ છતાં ખાદ્યતેલ બજારમાં થોડો રાહતનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય નિકાસમાં ઘટાડા અને સ્થાનિક સ્ટોક પૂરતો હોવાને કારણે તેલના ડબ્બાના ભાવમાં ૧૦૦થી ૧૫૦ સુધીનો ઘટાડો નોંધાયો છે.

વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે લોકો પરનો આર્થિક બોજા ઘટાડવા માટે પેટ્રોલ-ડીઝલ અને ગેસ પર વસૂલાતા વેરામાં રાહત આપવામાં આવે. સાથે જ જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે અને કાળાબજારી રોકવા કડક પગલાં લેવામાં આવે.વર્તમાન પરિસ્થિતિમાં મોંઘવારી સામાન્ય લોકો માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે અને જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.