અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં ખતરનાક કેમિકલ લીકેજનો કેસ નોંધાયો છે. શુક્રવારે આશરે ૪૦,૦૦૦ લોકોને આ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, પ્લાસ્ટિકના ભાગો બનાવવામાં વપરાતું જાખમી કેમિકલ લીકેજ થઈ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમિકલ ફૂટી શકે છે અથવા ફાટી શકે છે. કેમિકલ ટાંકી લીકેજને રોકવા માટે હાલમાં પ્રયાસો ચાલી રહ્યા છે.
ઓરેન્જ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટે અહેવાલ આપ્યો છે કે ગુરુવારે, ગાર્ડન ગ્રોવમાં એક એરોસ્પેસ પ્લાસ્ટિક ફેક્ટરીમાં ૨૨,૭૦૦ થી ૨૬,૫૦૦ લિટર મિથાઈલ મેથાક્રાયલેટ ધરાવતી સ્ટોરેજ ટાંકી અત્યંત ગરમ થઈ ગઈ હતી, જેનાથી હવામાં વરાળ નીકળી રહી હતી. અધિકારીઓએ ગાર્ડન ગ્રોવના રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. ગાર્ડન ગ્રોવ ફાયર ચીફ ક્રેગ કોવેએ શુક્રવારે જણાવ્યું હતું કે ટાંકી ફાટી શકે છે અને તિરાડ પડી શકે છે, જેનાથી જમીન પર રસાયણો ફેલાઈ શકે છે અથવા વિસ્ફોટ થઈ શકે છે. “આ ટાંકી ફાટી જશે, અને અમને ખબર નથી કે ક્યારે. અમે તેને રોકવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ,” કોવેએ જણાવ્યું હતું.
રાસાયણિક લીકેજને કારણે પાંચ અન્ય ઓરેન્જ કાઉન્ટી શહેરોઃ સાયપ્રસ, સ્ટેન્ટન, એનાહેમ, બ્યુના પાર્ક અને વેસ્ટમિન્સ્ટરના કેટલાક રહેવાસીઓને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઘટના ય્દ્ભદ્ગ એરોસ્પેસમાં બની હતી, જે વાણિજિયક અને લશ્કરી વિમાનોના ભાગોનું ઉત્પાદન કરે છે. ટાંકી રાતોરાત લીકેજ રોકવામાં અસમર્થ રહ્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. રાસાયણિક લીકેજને રોકવા માટે સ્થળ પર હજુ પણ પ્રયાસો ચાલુ છે. અધિકારીઓ કહે છે કે તેને રોકવું તાત્કાલિક છે, નહીં તો તે વિસ્ફોટ થઈ શકે છે.