દામનગરથી ભુરખીયા તરફ જતા રોડ પરથી પસાર થતા તમામ વાહનો માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે, જે તા. ૧૮.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે.જાહેરનામા અનુસાર, લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરૂકુળના આગળના ભાગેથી બજરંગ નગર-છભાડીયા ફાટક થઈ અવાડા ચોક અને નગરપાલિકા મેઈન રોડ પરથી પસાર થવાનું રહેશે. જ્યારે ઢસા-દામનગર તરફથી આવતા વાહનોએ નગરપાલિકા મેઈન રોડથી અવાડા ચોક, છભાડીયા ફાટક થઈ બજરંગ નગર તથા ગુરૂકુળના આગળના ભાગેથી લાઠી-ભુરખીયા રોડ પર જવાનું રહેશે. આ હુકમના ભંગ બદલ કલમ ૧૩૧ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.









































