ખાંભા તાલુકાના હનુમાનપુર રોડ પર આવેલા તાલડા ગામના વાડી વિસ્તારના એક કૂવામાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી ગઈ છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર એચ. સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ કૂવામાંથી ડૂબી ગયેલા વ્યક્તિના મૃતદેહને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમની જરૂરી કાર્યવાહી અર્થે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર યુવાન દહીડા ગામના ૨૮ વર્ષીય શિવુભાઈ કાળુભાઈ વાળા હતા. આ ઓપરેશનને સફળ બનાવવામાં ફાયર સ્ટાફના સભ્યો ગોહિલ ભગવતસિંહ, ભુરીયા જગદીશભાઈ, ઈસોટિયા જયદીપભાઇ, ગિલાતર કમલેશભાઈ અને ગાંભવા મિલનભાઈએ કામગીરી બજાવી હતી.