અમરેલી જિલ્લાના બાબાપુર ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે મૂળભૂત સુવિધાઓનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ગામના લોકો હાલમાં રસ્તા, ગંદકી અને પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓથી ભારે પરેશાન બની ગયા છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાઓનો કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.
ગામમાં ઇઝ્રઝ્ર રોડ બનાવવા માટે મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ લાંબા સમયથી કામ શરૂ ન થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ખોદકામ બાદ રસ્તાઓ ધૂળિયા અને જોખમી બની ગયા છે. શાળા જતા બાળકો,
વૃધ્ધો અને વાહનચાલકોને દૈનિક અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર વિભાગો દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર કોઈ અસરકારક કામગીરી જોવા મળતી નથી. ગ્રામજનોએ તાત્કાલિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ કડક માંગ ઉઠાવી છે.







































