અમરેલી જિલ્લામાંથી વધુ બે લોકો ગુમ થયા હતા. બાબરાના વાવડા ગામે રહેતા વિશાલભાઇ છગનભાઇ મેટાળીયા (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્નિ પાયલબેન તા.૧૫/૦૫/૨૦૨૬ના રોજ વાવડા ગામે તેના રહેણાંક મકાનેથી કોઇને કાંઇ કહયા વગર કયાંક જતી રહી હતી. તેણે હાથમાં અંગ્રેજીમાં ઁટ્ઠઅટ્ઠઙ્મ ત્રોફાવ્યું છે. લાઠીના નારાયણનગર ગામે રહેતા આશાબેન કાબાભાઇ શેખલીયા (ઉ.વ.૪૫)એ તેની દિકરી અનિશા પોતાના ઘરેથી પોતાની મેળે તા.૦૨/૦૫/૨૦૨૬ ના મોડી રાત્રીના આશરે ચારેક વાગ્યા દરમ્યાન કોઇને કહ્યા વગર પોતે પોતાની રીતે કયાંક જતી રહી હતી.








































