સમગ્ર ભારતમાં આગામી સમયમાં યોજાનારી વસ્તી ગણતરી ૨૦૨૬-૨૭ અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ રાષ્ટ્રીય કામગીરી કોઈ પણ ક્ષતિ વિના સફળતાપૂર્વક પાર પડે તેવા હેતુથી સ્થાનિક કે. કે. હાઇસ્કૂલના સભાખંડ ખાતે ચાર્જ અધિકારી અને ચીફ ઓફિસર સાવનકુમાર સતાણીના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ તાલીમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા તમામ ગણતરીકારો અને સુપરવાઇઝરોને ફોર્મ ભરવા, ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવા અને નાગરિકો પાસેથી સચોટ વિગતો મેળવવા અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.