ચાપરડા ખાતે તા. ૨૬/૦૪/૨૦૨૬ થી ૦૧/૦૫/૨૦૨૬ દરમિયાન આયોજિત ઇન્ટર DLSS લીગ હેન્ડબોલ બહેનોની સ્પર્ધામાં અમરેલી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની ટીમે સુવર્ણ પદક મેળવી રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં રાજ્યભરની શ્રેષ્ઠ શાળાઓની ટીમો સામે પ્રારંભિક રાઉન્ડથી જ આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રૂષિતા સોલંકી, નયના શેખ અને નિરાલી જાદવ સહિતની ૧૬ ખેલાડીઓની ટીમે ફાઇનલ જીતી લીધી હતી. ખેલાડીઓની આ વિશિષ્ટ સિદ્ધિ પાછળ સંસ્થાનું નિયમિત પ્રશિક્ષણ, કોચ રવિભાઈ નાવડિયા તથા ટ્રેનર કમલેશભાઈ અને ભૂમિબેનનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. આ ગૌરવપૂર્ણ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, ગીરધરભાઈ ગજેરા, ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ સમગ્ર વિજેતા ટીમ અને કોચિંગ સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.