ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં અમરેલીના વાંકિયા, પ્રતાપપરા અને મોટા ગોખરવાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં રોડ-રસ્તા સહિતની આંતરમાળખાકીય સવલતો અવિરતપણે વિકસિત થઈ રહી છે. મંત્રીએ પ્રતાપપરામાં રૂપિયા ૧.૨૭ કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું, જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણના આધુનિકીકરણમાં મહ¥વનું યોગદાન આપશે. આ સાથે જ વાંકિયા મુકામે અંદાજે રૂપિયા ૩૦ લાખ અને મોટા ગોખરવાળા મુકામે અંદાજિત રૂપિયા ૧૨ લાખના ખર્ચે પૂર સંરક્ષણ દીવાલના રીનોવેશન કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દીવાલના નિર્માણથી સ્થાનિકોની વર્ષો જૂની જળભરાવ અને પૂરની સમસ્યા દૂર થશે તેમજ ચોમાસા દરમિયાન પરિવહન સેવા પણ સરળ બનશે.