બાબરાના કરિયાણા ગામે ઘુમટી પાસે, સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્‌યા હતા, જ્યારે ૪ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.પોલીસના દરોડા દરમિયાન સુરેશભાઇ વશરામભાઇ સિતાપરા, મનિષભાઇ નાનજીભાઇ મારૂ, મેહુલભાઇ ઉર્ફે છોટુ રણછોડભાઇ જાબુકીયા, કેતનભાઇ વિનુભાઇ ઝાપડીયા, વલ્લભભાઇ બાબુભાઇ વેજીયા, બિજલભાઇ કડવાભાઇ કાગડ, સંજયભાઇ વાઘાભાઇ વાઘેલા, કરણ ઉર્ફે કલો રમેશભાઇ રાઠોડ, નિલેષભાઇ બાબુભાઇ રાઠોડ તથા વિક્રમભાઇ ખોડાભાઇ જાદવ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૦,૧૧૦ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય. એચ. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.