કોડીનાર તાલુકાના સિંધાજ ગામના અગ્રણી મનુભાઈ રાઠોડના પુત્ર અને શિવાભાઈ સોલંકીના ભાણેજ ડા. નિર્મિતકુમાર મનુભાઈ રાઠોડ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી “A Study On Growth and Financial Perfromance of IRCTC Ltd.” વિષય પીએચ ડી થયા છે. તેમણે ડા. ડી. આર. ચાવડાના માર્ગદર્શન અને ડીન પ્રો. ડા. ભાવસિંહ ડોડીયાના વડપણ હેઠળ પીએચ ડીની પદવી મેળવીને સમગ્ર કારડિયા રાજપુત સમાજ, રાઠોડ પરિવારનું ગૌરવ વધાર્યું છે.